Description
રોજિંદા જીવનમાં આનંદ શોધવાના જાપાનીઝ ખ્યાલ પર આધારિત એક બેસ્ટસેલિંગ પ્રેરક પુસ્તક, હવે યુવાન વાચકો માટે
જાપાનીઝ લોકો કહે છે કે દરેક વ્યક્તિ પાસે ’ઇકિગાઈ’ અથવા જીવવાનું એક કારણ હોય છે. કેટલાક લોકોએ પોતાની ઇકિગાઈ શોધી કાઢી છે અને તે તેનાથી વાકેફ છે. અન્ય લોકો પાસે તે છે, પરંતુ હજુ સુધી તે શોધી શક્યા નથી. આ ખ્યાલ, ઇકિગાઈ, લાંબા, સક્રિય અને સુખી જીવન માટેનું એક રહસ્ય છે.
હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સેસ્ક મિરાલેસે જાપાનના ઓકિનાવાના ઉત્તરે આવેલા એક શહેર ઓગીમીની મુલાકાત લીધી, જ્યાંના લોકો વિશ્વમાં સૌથી વધુ આયુષ્ય ધરાવે છે. તેમણે ઓગીમીના રહેવાસીઓ સાથે કેટલાક અઠવાડિયા વીતાવ્યા અને ડઝનેક ગામલોકોની મુલાકાત લીધી. આ બધા લોકો સો વર્ષથી વધારે ઉંમરના હતા અને તે બધા જ યોગ્ય શારીરિક (અને આધ્યાત્મિક) આકાર ધરાવતા હતા. તેમના પ્રવાસ પછી, હેક્ટર અને ફ્રાન્સેસ્કે એક પુસ્તક લખ્યું, જેમાં આશાવાદી અને મહત્ત્વપૂર્ણ અસ્તિત્વ સાથે સદી સુધી જીવતા લોકોના રહસ્યની તપાસ કરવામાં આવી. વિશ્વના સૌથી વૃદ્ધ લોકો શું ખાય છે, તેઓ શું કામ કરે છે, તેઓ અન્ય લોકો સાથે કેવી રીતે જોડાય છે, અને સૌથી વધારે ગુપ્ત – તેઓ તેમની ઇકિગાઈ કેવી રીતે શોધે છે ?
ઈકિગાઈ એ છે જે તેમને સંતોષ અને આનંદ આપે છે અને તેમના જીવનમાં વાસ્તવિક અર્થ લાવે છે. પરિણામ ’ઇકિગાઈ : ધ જાપાનીઝ સિક્રેટ ટુ અ લોંગ એન્ડ હેપ્પી લાઈફ’ પુસ્તક હતું, જે આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સેલર પુસ્તક હતું, જેનો ૪૯ કરતાં વધારે ભાષાઓમાં અનુવાદ થયો છે.
આ પુસ્તક સાથે, ગાર્સિયા અને મિરાલેસે તેના વાચકોને પોતાની ઇકિગાઈ શોધવામાં મદદ કરવાનું અને સ્વસ્થ શરીર, મન અને ભાવના માટે જાપાનીઝ ફિલસૂફીની ઘણી ચાવીઓ શોધવાને પોતાનું મિશન બનાવ્યું. તેમણે હવે તેમના બેસ્ટસેલિંગ પુસ્તકને યુવાન વાચકો માટે અનુકૂલિત કર્યું છે. યુવાનો પણ પોતાની ઇકિગાઈ શોધી શકે છે !






Reviews
There are no reviews yet.