Description
ધ કોચિંગ હેબિટ – ઓછું બોલો, વધારે પ્રશ્ન પૂછો અને નેતૃત્વ કરવાની પોતાની રીતને હમેંશા માટે બદલી નાખો માઈકલ બંગે સ્ટેનિયરે પોતાના સાત મુખ્ય પ્રશ્નોના માધ્યમથી કોચિંગનો સાર પ્રસ્તુત કર્યો છે. અને જો તમે તેમની સરળ પરંતુ ગહન ટેકનીકોમાં મહારત પ્રાપ્ત કરી લો છો, તો આપને બમણો લાભ થશે. તમે વધારે પ્રભાવશાળી રીતે પોતાના કર્મચારીઓ તેમજ સહકર્માઓને સહકાર આપી શકશો. અને કદાચ આપને અનુભૂતિ થશે કે તમે તમારા સૌથી મોટા કોચ બની ગયા છો. – ડેનિયલ એચ. પિંક, ટૂ સેલ ઈઝ હ્યુમન એન્ડ ડાઈવના લેખક હાર્લન હોવર્ડે કહ્યું હતું કે દરેક લોકગીતમાં ત્રણ સ્વર અને હકીકત હોય છે. આ પુસ્તક આપણે સાત પ્રશ્નો અને તેની મદદથી કામ કરવાની એવી રીત વિકસિત કરવાના સાધનો આપે છે, જેનાથી તમે પ્રતિદિન ઓછી મહેનત કરીને પણ વધારે પ્રભાવી પરિણામ પ્રાપ્ત કરી શકો છો. સલાહ આપવી, જવાબ આપવા કે ઉકેલ પ્રસ્તુત કરવાની સરખામણીએ પ્રશ્ન પૂછવા કયાંય વધારે મુશ્કેલ હોય છે. આ વ્યાવહારિક અને પ્રેરક પુસ્તકમાં માઈકલે સાત પરિવર્તકારી પ્રશ્નો વહેંચ્યા છે, જે નેતૃત્વ અને સહકાર આપવાની આપણા રીતોમાં ખરેખર ફરક લાવી શકે છે. આ પુસ્તકમાં એવા ઘણા બધા વ્યવહારિક, ઉપયોગી, અને રોચક પ્રશ્નો, વિચારો અને સંસાધનો પ્રસ્તુત કરવામાં આવ્યા છે જે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરી રહેલાં દરેક લીડરને માર્ગદર્શન આપશે.
Reviews
There are no reviews yet.