”
ધ પાવર ઑફ હૅબિટ દ્વારા ન્યૂયોર્ક ટાઈમ્સના પુરસ્કાર વિજેતા બિઝનેસ રિપોર્ટર ચાર્લ્સ ડુહિગ આપણને આદતોના વૈજ્ઞાનિક અભ્યાસના એક એવા વિશ્વમાં લઈ જાય છે, જે ખૂબ જ રોમાંચકારી છે એટલું જ નહીં પણ ખૂબ જ આશ્ચર્યજનક પણ છે.
તેઓ એ શોધી કાઢે છે કે કેટલાક લોકો અને કંપનીઓને વર્ષો સુધી પ્રયત્ન કરવા છતાં પણ પરિવર્તન માટે સંઘર્ષ શા માટે કરવો પડે છે, જ્યારે અન્ય લોકો ખૂબ સરળતાથી રાતોરાત પરિવર્તન લાવવામાં સફળ થઈ જાય છે. ચાર્લ્સ એ પ્રયોગશાળાઓમાં પણ જાય છે, જ્યાં ન્યૂરોસાયન્ટિસ્ટ એ બાબતે સંશોધન કરે છે કે આદતો કેવી રીતે કામ કરે છે અને તેમનો જન્મ આપણા મસ્તિષ્ક ના ક્યા ભાગમાં થાય છે. ચાર્લ્સ આપણી સામે એ રહસ્યોદ્ઘાટન પણ કરે છે કે ઑલમ્પિક તરવૈયા માઈકલ ફેલ્પ્સ, સ્ટારબક્સના સીઈઓ હાર્વર્ડ શુલ્જ અને નાગરિક અધિકારોના પ્રણેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા વ્યક્તિત્ત્વોની સફળતામાં તેમની આદતોએ કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આનાથી એક સંમોહક, તાર્કિક પરિણામ જાણવા મળે છે : નિયમિત વ્યાયામ કરવો, વજન ઉતારવું, પોતાના બાળકોનો સર્વશ્રેષ્ઠ ઉછેર કરવો, વધારે ઉત્પાદક બનવું અને ત્યાં સુધી કે ક્રાંતિકારી સફળતા પ્રાપ્ત કરનારી કંપનીઓ ઊભી કરવી, આપણી એ સમજ પર નિર્ભર કરે છે કે આદતો કેવી રીતે કામ કરે છે. આ નવા વિજ્ઞાનમાં નિપુણ બનીને આપણે આપણા વ્યાપાર, આપણા સમાજ અને આપણા જીવનને પરિવર્તિત કરી શકીએ છીએ.
‘એક તીખું, ઉત્તેજક અને બેહદ ઉપયોગી પુસ્તક….સુરુચિપૂર્ણ સરળતા જેની સૌથી મોટી વિશેષતા છે.’- જિમ કોલિન્સ
‘આ પુસ્તક ખરાબ આદતોનો ફંદો તોડવા વિશે બૌદ્ધિક ગંભીરતાની સાથે વ્યવહારિક સલાહ પણ આપે છે.’ – ધ ઈકોનોમિસ્ટ
‘પુલિત્ઝર’ પુરસ્કાર વિજેતા ચાર્લ્સ ડુહિગ એક અમેરિકન પત્રકાર અને નોન-ફિક્શન લેખક છે. તે ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં રિપોર્ટર તરીકે કામ કરી ચૂક્યા છે અને આદતો તથા ઉત્પાદકતા જેવા વિષયો પર બે પુસ્તકો પણ લખી ચૂક્યા છે. તે પુસ્તકો છે – ‘ધ પાવર ઑફ હૅબિટ : વ્હાય વી ડુ વોટ વી ડુ એન્ડ હાઉ ટુ ચેન્જ’ અને ‘સ્માર્ટર ફાસ્ટર બેટર’.
“
Reviews
There are no reviews yet.