”
હિમાલય અને એક તપસ્વી પુસ્તક એટલે અાત્મિક સૌંદર્યનું અલાૈકિક દર્શન
અાધ્યાત્મિક નીરક્ષીર વિવેક રાખી ભારત અને તિબેટ અે દેશોનો વિસ્તારપૂર્ણ પ્રવાસ કરનારા અતિ અલ્પ અભ્યાસકોમાં પાૅલ બ્રન્ટનનું સ્થાન અગ્રક્રમે છે. મૂળમાં જ પત્રકારનો પિંડ હોવાથી તેમની કલમમાંથી હિમાલયના ઉત્તુંગ હિમશિખરોનું અને પર્વતમાળાઅોનું વર્ણન અલગ રીતે જ વ્યક્ત થાય છે. અા પ્રવાસમાં અનેક યોગી અને સિદ્ધ વ્યક્તિઅોની સાથે થયેલી તેમની મુલાકાતો ખૂબ જ અદભુત છે. અા મુલાકાતોઅે જ તેમને પાૈર્વાત્ય તત્ત્વજ્ઞાનના મહત્ત્વના વિશ્લેષક બનાવ્યા.
અા નિતાંતસુંદર પુસ્તક અાપણને અનેક મુલાકાતો કરાવે છે. અાપણામાં રહેલા અલાૈકિક અને ગહન શાંતિની અાપણી શોધ પૂરી થાય અેટલે તે અપિરિચિત શક્તિ સાથે, અમર્યાદ જ્ઞાન સાથે અને સુશીલતા સાથે જાેડાવાનું અાપણા ધ્યાનમાં અાવે છે.
હિમાલય અને અેક તપસ્વી અે પુસ્તક પ્રવાસવર્ણન અને ગહન અાધ્યાત્મક અનુભવનો સહજસુંદર સુયોગ છે. અા પ્રવાસમાં જેમ-જેમ અાપણે લેખક સાથે હિમાલયની પર્વતહારમાળામાંથી તિબેટમાંના કૈલાસ પર્વત તરફ જઈઅે છીઅે, તેમ-તેમ લેખક અાપણને બીજા અેક વિલક્ષણ અને કાલાતીત અાંતરિક પ્રવાસનો માર્ગ દેખાડે છે.
“
Reviews
There are no reviews yet.