નાની નાની બાબતોનું ટેન્શન ન લો
અને એની સાથે જોડાયેલી નાની વાતોની ચિંતા ન કરો
રિચર્ડ કાર્લસન
રૉબિન શર્મા અને ક્રિસ્ટીન કાર્લસનની પ્રસ્તાવના સહિત
અનુવાદ
કાશ્યપી મહા
તમારા જીવનમાંથી નાની-નાની ચિંતાઓને દૂર કરવાના સરળ ઉપાય
ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ સીરિઝની દુનિયાભરમાં 25 મિલિયન કરતાં વધારે નકલો વેચાઈ ચૂકી છે.
આપણે વીસ વર્ષ પહેલા, ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફમાંથી જે શીખ્યા હતા, સકારાત્મક મનોવિજ્ઞાન શોધના એક દાયકાએ તેમને માન્યતા પ્રદાન કરી છે…..આ અદભુત પુસ્તક તમારા માટે પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું ખૂબ સરળ બનાવી શકે છે.’
-શૉન એકોર, ધ હેપ્પીનેસ એડવાન્ટેજના બેસ્ટસેલિંગ લેખક
આ એક અદભુત અને ઉલ્લેખનીય પ્રેરક ગાઈડ છે – આત્મ-વિકાસ પુસ્તકોની શ્રેણીમાં એક ક્લાસિક, જે તમને બતાવે છે કે તમે પડકારોને કેવી રીતે નવા દ્રષ્ટિકોણથી જોઈ શકો છો, દિવસમાં નાના પરિવર્તનોની સાથે તણાવ અને ચિંતાને કેવી રીતે ઓછી કરી શકો છો અને પોતાના લક્ષ્યોની પ્રાપ્તિનો માર્ગ શોધી શકો છો. આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે –
-પોતાની સમસ્યાઓને સંભવિત શિક્ષક ગણો
-એક સમયે એક જ કામ કરો
-બીજાની સાથે કીર્તિ વહેંચો
-પોતાની સહજ વૃત્તિ પર ભરોસો કરવાનું શીખો
રિચર્ડ કાર્લસન, પીએચડી, આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત વક્તા અને અનેક પુસ્તકોના બેસ્ટસેલિંગ લેખક તરીકે ઓળખાતા હતા. તેમના ઉલ્લેખનીય પુસ્તકો નિમ્નલિખિત છે –
ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ, ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ અબાઉટ મની, ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ વિથ યોર ફેમિલી, ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ એટ વર્ક, ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ ફોર ટીન્સ અને તેમણે પોતાની પત્ની સાથે સહલેખનમાં લખ્યું, ‘ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ ઈન લવ.’
Reviews
There are no reviews yet.